ભારતીય જનતા પાર્ટી દવરા ગત તા .૧૧ તથા ૧૨ એપ્રિલના રોજ અમરેલી સંસદીય મત વિસ્તારમાં વિદેશમાં રહેલ કરોડો રૂપિયા કાળુ નણાું પરત લાવવા અંગે લોક મત લેવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ અમરેલી સંસદીય મત વિસ્તારના ઇન્ચાર્જશ્રી મુકેશભાઇ સંઘાણીના માર્ગદર્શન નીચે સફળતા પુર્વક પુર્ણ થયેલ . લોક મતની મત ગણતરી અમરેલી શહેરમાં રાજકમલ ચોકમાન જાહેરમાન કરવામાં આવેલ.આ મત ગણતરી પારદર્શી રહે તે માટે સમાજનાં વિવિધ ક્ષેત્રોમાંથી ડો.રામાનુડનજ સાહેબ ,ડો.રાણવા સાહેબ ,ડો.પિયુષભાઇ ગોસાઇ તથા શિક્ષણક્ષેત્રમાંથી શ્રી સી.એન.જોષી સાહેબ, શ્રી આર.એલ.કાચા સાહેબ ,પ્રો.દોંગા સાહેબ તેમજ વેપારી અગ્રણીશ્રીઓ ચતુરભાઇ પટેલ , હસમુખભાઈ ખખ્ખર, નિતીનભાઇ સાયાણી,તેમજ ધારાશાસ્ત્રી શ્રી રણજીતભાઇ વિંછીયા,પિયુષભાઇ શુકલ,મયુરભાઇ માંજરીયા, બકુલભાઈ પંડયા,મનીષાબેન સોજીત્રા વિ.કમીટીનાન નીચે આ મતગણતરી થયેલ . આ સમગ્ર મતગણતરીના ઇન્ચાર્જ અશ્વ્વિનભાઇ સાવલીયા રહીયા હતા.આ કાર્યક્રમમાં સફળ બનવાવવા જિલ્લા ભાજપ પ્રમુખ શરદભાઇ લાખાણી,શહેર ભાજપ પ્રમુખ બિપીનભાઇ જોષી, ડો. કાનાબાર , પીપી સોજીત્રા , કાળુભાઈ રૈયાણી,મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન માવદીયા,ભાવનાબેન ગોંડલીયા , પ્રદેશ યુવા ભાજપ ડેલીગેટ સુરેશભાઇ શેખવા ,શહેર યુવા ભાજપ પ્રમુખ તુષારભાઇ જોષી, મહામંત્રી ભાવેશભાઇ રોકડ, દિપકભાઇ વઘાસીયા, કાંતિલાલ કાનાણી, હસમુખ દુધાત, દેવેનદ્ર ચાવડા, યોગેશ ગણાત્રા ,ભુપેશ બાજક, જનક વિંછીયા, શૈલેષભાઇ પરમાર ,એ.વી.આકોલીયા, હરીભાઇ બાંભારોલીયા એ જહેમત ઉઠાવી હતી.
પડેલ મત : ૧,૦૯,૦૦૦ , કેન્સલ - ૨૮૩ , ગણતરીના મત - ૧,૦૮,૭૧૭ , હા - ૧,૦૬,૮૭૫, (૯૮.૩૧ %) , ના - ૧,૮૪૨,(૧.૬૧%) ,
તેમજ પુછાયેલ સવાલોમાં
શું આપ માનો છો કે ,ભારતનું લાખો કરોડો રૂપિયાનું કાળુ નાણું વિદેશી બેંકોમાં છે?
હા - ૧,૦૮,૧૭૨ (૯૯.૫%) ના - ૫૪૫ (૦.૫%)
વિદેશી બેંકમાં પડેલા કાળા નાણાંનાં લાખો કરોડો રૂપિયા ભારતમાં પાછા લાવવા જોઇએ
હા - ૧,૦૮,૬૦૮,(૯૯.૯%) ના - ૧૦૯ (૦.૧%)
આટલા બધા રૂપિયા પાછા આવે તો એક જ ઝાટકે ભારતનું બધું જ દેવું ચુકવાઇ જાય અને ભારતનાં ગરીબોને માટે આ પૈસા કામ આવે તેવું માનો છો?
હા - ૧,૦૮,૦૬૩ (૯૯.૪%) ના - ૬૫૪ (૦.૬૦%)
ભાજપ અને અડવાણીજીએ કાળુ નાણું પાછુ લાવવાનો કાયદો કરવાની વાત કરી છે,શું તમે સમંત છો ?
હા - ૧,૦૮,૧૮૩,(૯૯.૫૧%) ના - ૫૩૪ (૦.૪૯%)
Subscribe to:
Comments (Atom)