Sunday

સમાચાર - ૩૧.૧ર.ર૦૦૭

Ahmedabad News


31st નાઈટ ફિવર
વર્ષ ૨૦૦૭ના અંતિમ દિનને યાદગાર બનાવવા અને ૨૦૦૮ ને વધાવવા મોડી રાત સુધી જશ્ન મનાવવાનો માહોલ આજે પરાકાષ્ઠાએ પહોંચશે. બાળકો સાન્તાક્લોઝ સાથે કંપની કરવા ઉત્સુક હશે જ્યારે યુવાઓ ડાન્સપાર્ટીમાં કંપની શોધશે. દારૂ પીવાના શોખીનો પણ ફેવરીટ બ્રાન્ડ સાથે નવું વર્ષ મનાવશે.



ભાજપે વિચાર બદલ્યો, હવે ત્રીજીએ પ્રધાનો શપથ લેશે
ભાજપ સરકારના નવા મંત્રીમંડળની રચના ૩જી જાન્યુઆરીના રોજ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. રાજ્યપાલ નવલકિશોર શર્મા આવતીકાલે ૩૧મી ડિસેમ્બરના રોજ બહારગામથી ગાંધીનગર પરત આવ્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમને નવા મંત્રી મંડળની રચના માટે અનુકૂળ હોય તો ૩જી જાન્યુઆરીનો દિવસ ફાળવવા વિધિવત વિનંતી કરાશે.



કેશુભાઈ-કાશીરામ અંગે અનિર્ણાયક પરિસ્થિતિ
ગુજરાત ભાજપમાં મોદીવિરોધી બે વરિષ્ઠ નેતાઓ કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાને અપાયેલી પક્ષવિરોધી પ્રવૃત્તિઓના આરોપસરની શો-કોઝ નોટિસો અને તેના જવાબો મળ્યા બાદ તેમનો ખુલાસો યોગ્ય રખાયો છે કે આ બે નેતાઓએ ખુલાસામાં દિલગીરી વ્યક્ત કરી છે તે મામલે ભાજપમાં અનિર્ણાયક પરિસ્થિતિ સર્જાઈ છે.



મોદી મંત્રીમંડળની શપથવિધિ બીજીએ યોજાવાની શક્યતા
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે પૂર્વ વડા પ્રધાન વાજપેયીની શુભેચ્છા મુલાકાત લઈ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ઉપરાંત પૂર્વ નાયબ વડા પ્રધાન અડવાણીના નિવાસસ્થાને રાજ્ય મંત્રીમંડળની રચના અંગે પણ તેમણે વિચાર-વિમર્શ કર્યો હતો.


Baroda News



ઈસુના ૨૦૦૭ને ગુડબાય : ૨૦૦૮ને વેલકમ કરવા યૌવન સજ્જ
શહેરમાં આવતીકાલે ઠેરઠેર યોજાનારી ડાન્સ અને ડિનર પાર્ટીઓની વચ્ચે મધરાતે ૧૨ વાગ્યાના ટકોરે ૨૦૦૭ના વર્ષને વિદાય આપીને ૨૦૦૮ના વર્ષને આવકારવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના ફાર્મહાઉસો, પાર્ટીપ્લોટ અને હોટલો-રેસ્ટોરન્ટોમાં યોજાનારી ડાન્સપાર્ટીઓ સિવાય શહેરના રસ્તાઓ પર પણ હજારો .........



તાપમાનનો પારો ૧૦.૪ સે. સુધી ગગડયો : મોસમનો કોલ્ડેસ્ટ ડે
શિયાળાની પ્રવર્તમાન મોસમમાં આજે સૌપ્રથમવાર લઘુત્તમ તાપમાનનો પારો ૧૦.૪ ડિગ્રી સેન્ટગ્રેડ સુધી ગગડી જતાં આજનો દિવસ શહેરમાં #039;#039; કોલ્ડેસ્ટ ડે #039;#039; બન્યો હતો.કાતિલ ઠંડીની સાથોસાથ ઉત્તર તરફથી ફૂંકાયેલા ઠંડા પવનો વચ્ચે લોકોએ પ્રવર્તમાન મોસમમાં હાજા ગગડી જાય તેવી ઠંડીનો અનુભવ કર્યાે હતો.



શહેર નજીકના જળાશયોમાં પાણીનો સ્ત્રોત વધતાં વિદેશી પક્ષીના આવાગમનમાં ઘટાડો
શિયાળાનો પ્રારંભ થતાં શહેરના વિવિધ પ્રદેશોમાં ઉતરી આવતાં વિદેશી પક્ષીઓમાંની કેટલીક જાતના પક્ષીઓના ઝૂંડમાં ચિંતાજનક ઘટાડો થઇ રહ્યો છે. શહેરની આસપાસના જળાશયોના પાણીના સ્ત્રોત વધારે હોવાથી યુરોપથી આવતા બાર હેડેડ ગુઝ તેમજ નિલ શિર જેવી જાતિના પક્ષીઓ નહિં દેખાતા પક્ષી પ્રેમીઓમાં નિરાશા વ્યાપી રહી છે.



શાકભાજીના ઉત્પાદનમાં હાઇબ્રીડના ઉપયોગથી આરોગ્ય સામે ખતરો
શિયાળાની સિઝનમાં લીલાછમ શાકભાજી અને ફળોની ભરપૂર આવક થાય છે. દરમિયાન તેના વપરાશમાં પણ સવિશેષ વધારો જોવા મળે છે. આથી શાકભાજી ઉત્પાદકો તેમજ ફળોના વેપારીઓ દ્વારા માંગને પહોંચીવળવા માટે હાઇબ્રીડ પધ્ધતિનો ઉપયોગ વધારવામાં આવ્યો છે.


Surat News



થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા રક્તદાન કેમ્પ યોજાયો ઃ ૩૧ બોટલ રકતદાન
સામાન્ય રીતે કલબ કે બારમાં જઈને લોકો ડાન્સ, સંગીત, બીયર સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતાં હોય છે પરંતુ રાંદેર રોડ શ્રી મેરુલક્ષ્મી માતાજીના મંદિર, શ્રી શીઓમનગર સ્થિત શ્રી ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થાના ૩૧ સભ્યોએ પ્રથમ વખત રકતદાન કરી ૩૧ બાટલ રક્ત ...



સુરતના પતંગ બજારમાં બ્રાન્ડેડ દોરાની બોલબાલા
સુરત શહેરમાં ઉત્તરાયણનો ફીવર અત્યારે પરાકાષ્ઠા તરફ પહોંચી રહ્યો છે. હોલસેલર્સ માટે તો હવે દોરાની સિઝન લગભગ પૂરી થવા આવી છે, પરંતુ હવે રીટેઇલર્સની સિઝન શરૂ થઇ છે તેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે બજારમાં દોરાની વધુ સારી બ્રાંડ્સ આવી હોવાની વિગતો કેટલાક હોલસેલર્સ દ્વારા જાણવા મળી છે.



શહેરમાં ઠંડીનો ચમકારો : લઘુત્તમ તાપમાનનો પારો ૧૨.૭ ડિગ્રી
વિતેલા બે ત્રણ દિવસથી શહેરમાં પવનની દિશા બદલાવા સાથે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે વહેલી સવારથી સુસવાટા મારતા પવન સાથે લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે ઉતરતા શહેરીજનો ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવી રહ્યા છે.



આઠ સંતાનોના પિતા દ્વારા હવસનો શિકાર બનેલી કપરાડાની ૧૪ વર્ષની કિશોરી
આઠ સંતાનોના પિતાની હવસનો શિકાર બનેલી કપરાડાની ૧૪ વર્ષિય કિશોરીને પ્રસૂતિની પીડા ઉપડતા સારવારાર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલાં કિશોરીના પિતાએ બળાત્કારી આધેડ સામે પોલીસે કોઇ પગલાં નહીં ભરતા ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતોે. આ બનાવે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચાવી દીધી હતી.

Rajkot News


સમગ્ર સૌરાષ્ટ્રમાં હાડ ધ્રુજાવતી ઠંડીનું ફરી વળેલું મોજુ : જનજીવન અસ્ત-વ્યસ્ત
વર્ષ ૨૦૦૭ના અંતિમ દિવસો લોકોએ અતિશય ઠંડી સાથે વિતાવવા પડે તેવી ભારે ઠંડી બે દિવસથી પડી રહી છે. રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૮ ડિગ્રીએ પહોંચી ગયો છે તેની સાથે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને લોકોને ધ્રુજાવી દીધા છે. ૩.૫ ડિગ્રી ઠંડી સાથે નલિયા સમગ્ર સૌરાષ્ટ્રનું ઠંડુ શહેર બની ગયું હતું. જૂનાગઢમાં પણ ૭.૬ ડિગ્રી ઠંડીએ લોકોના હાજા ગગડાવી દીધા છે.



જીન્સ કલ્ચર આજે ૨૦૦૭ને બાય-બાય અને ૨૦૦૮ને વેલકમ કરશે
‘કયાંક પ્રેમ વળગે છે, કયાંક વહેમ વળગે છે, કયાંક હૃદયમાંથી દાહ સળગે છે, કયાંક મસ્તીના જામ છલકે છે, હવે બસ કર દોસ્ત, નશો આઠો જામ મલકે છે’ ૩૧મી ડિસેમ્બરની રાતે શહેરમાં આવા શેર-શાયરાના અંદાજમાં યુવકો લલકારતા સાંભળવા મળે તો નવાઈ ન પામતા. જીન્સ અને મીની સ્કર્ટની પેઢી આગવા અંદાજથી એટલે કે જરા નાચીને, જરા ગાઈને, જરા ઝુમીને ૨૦૦૮ના ન્યુ યરને વેલકમ કરશે.



માત્ર બે ઈંચનું સોનાનું ચેસબોર્ડ નિહાળી મુખ્યમંત્રી પ્રભાવિત
ચેસ આમ તો મગજમારીની રમત છે. પરંતુ તેમાં પણ વેરાઈટી લઈ આવવા આ દુનિયામાં પડયા છે. રાજકોટના સોની યુવકે સવાસો ગ્રામ વજનનું સોનાનું ચેસ બોર્ડ બનાવ્યું છે અને ચાંદીનું સાડાત્રણ કિલોનું ચેસબોર્ડ બનાવ્યું છે. આ બન્ને ચેસબોર્ડ નિહાળીને મુખ્યમંત્રી મોદી પ્રભાવિત થયા હતા અને આ યુવકને બિરદાવ્યો હતો. ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં આ ચેસબોર્ડની નોંધણી કરાવવામાં આવી છે.



ન્યુ રાજકોટ શહેરના લાખો લોકો માટે એસ.ટી.ના મીની બસ સ્ટેન્ડ આપવા જોઈએ
રાજકોટનો વિકાસ અને વસતિ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. શહેરનો ચારે દિશામાં વિકાસ થઈ રહ્યો છે. લોકો નવા-નવા વિસ્તારોમાં વસવાટ કર્યે જાય છે. પરંતુ એસ.ટી.ની સેવા માત્ર શહેરની મધ્યમાં જ મળી શકે છે. નવા રાજકોટના વિસ્તારમાં લાખો લોકો વસવાટ કરે છે તેમને શહેરનો ભારે ટ્રાફિક....


Bhavnagar News



સાથ હૈ ઔર સાથ રહેગા હંમેશા...૨૦૦૭
ભાવનગર જિલ્લા માટે સૌથી શર્મનાક ઘટના ગઢડા દીવાલ પ્રકરણથી બીજી કોઇ ન હોઇ શકે, સુંદરાવાસ જમીન પ્રકરણ વર્ષની વિવાદાસ્પદ ઘટના તરીકે ઇતિહાસમાં દર્જ થઇ ચુકી છે, ઓઝાનો બળવો પણ ૨૦૦૭ની યાદગાર ઘટના જ ગણવી રહી, સમગ્ર વર્ષ દરમિયાન શક્તિસિંહ ગોહિલ સતત લાઇમ લાઇટમાં રહેવામાં સફળ ‘બાય...બાય...બાય..બાય...મેં તુજે છોડ કે કહાં જાઉંગા...’ ફિલ્મ ...



ગારીયાધારમાં એસ.ટી.ના નવા રૂટો શરૂ કરવા માંગ
ગારીયાધાર તાલુકામાં એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ નવા રૂટો શરૂ કરવામાં આવે તો પૂરતુ ટ્રાફીક મળી રહે તેમ હોય નવા રૂટો શરૂ કરવા માંગ કરાઇ છે.ગારીયાધાર વિકાસશીલ તાલુકો હોઇ ગારીયાધારથી અંબાજી ભૂજ, સોમનાથ વાયા સતાધાર, સાસણ, દાહોદ, અમદાવાદ જેવા નવા રૂટો શરૂ કરવાની તાતી જરૂર છે.



શિયાળાનો સૌથી ઠંડો દિવસ : ૧૨.૩ ડિગ્રી
બહુધા ગોહિલવાડમાં શનિવારની રાત્રિના ઠંડીનું કાતિલ મોજૂ ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુ હતું,શનિવારની રાત્રિના હાજા ગગડાવી નાખે તેવી કાતિલ ઠંડીની અસર આજે રવિવારના પણ લોકોને અહેસાસ થયો હતો.ઠંડીના સપાટાનાં લીધે શહરના માર્ગો સુમસામ બની ગયા હતા,ભાવનગરમાં રવિવાર હોવા છતા વિવિધ ફૂડ પોઈન્ટ અને પીકનીક પ્લેસ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.



માગશર માસના વિરામ પછી ૧પ જાન્યુ.થી લગ્નસરાની ધૂમ
સામાજીક વ્યવહારોમાં થતા શુભ પ્રસંગો જેવા કે લગ્નો, વેવિશાળ, વાસ્તુ, નવા મકાનમાં ગૃહ પ્રવેશ કે શુભકાર્યનો પ્રારંભ આપણે સારા ચોઘડીયે કે શુભ મુહૂર્તમાં કરતા હોઈએ છીએ. એમાં પણ સાંસારીક કાર્યોમાં આપણે જેને અગત્યનું ગણીએ છીએ તેવા લગ્ન કાર્ય આપણે ચોખ્ખા ચણાક મુહુર્તમાં જ કરીએ છીએ જેમાં ગુરૂનો અસ્ત હોય, ધનારખ (કમુરતા) કળકળતો ખીચડો ....