ઇ.સ. ૧૨૨૫માં ભાવબૃહસ્પતિએ સોમનાથની પ્રશસ્તી લખેલી છે. તે મુજબ સોમનાથ મંદિર સૌ પ્રથમ સોમે બંધાવ્યુ, બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું. કૃષ્ણે લાકડાનું બંધાવ્યું, ભીમે પથ્થરથી બંધાવ્યુ છેવટે કુમારપાળના વખતમાં સોમનાથના તત્કાલીન મઠપતિ ભાવબૃહસ્પતિએ મંદિરનો મોટા પાયે જીર્ણોધ્ધાર કરાવ્યો. સોમનાથનું મંદિર સૌ પ્રથમ મહંમદ ગઝનીએ ૧૦૨૬માં, અલાઉદ્દીન ખીલજીના સરદાર અફઝલખાએ સંવત ૧૩૭૪માં ત્યાર બાદ ૧૩૯૦માં, ૧૪૫૧માં, ૧૫૩૦માં, ૧૫૯૦માં, અને ૧૭૦૧માં છેલ્લે ઔરંગઝેબે લૂંટ્યું હતું. આમ, આ મંદિર ૧૭ વખત લૂંટાયું હતું. નૂતન સોમનાથ મંદિરના પાયાના ખોદકામ સમયે સપાટીથી ૧૩ ફૂટ ઉંડાઇએ પાયામાંથી પુરાણા મંદિરના મૈત્રકકાળથી સોલંકીકાળ સુધીના શિલ્પ સ્થાપત્યના ઘણા ઉત્કૃષ્ટ કોટિના અવશેષો મળ્યા હતા. જેમાં શિવ ત્રિપુરાંતકેશ્વર, નટરાજ, ભૈરવ, યોગી વિગેરેના અવશેષ નોંધપાત્ર છે. આર્યાવર્તના બાર પૈકીનું પ્રથમજ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર્ના સિન્ધુ સાગરના (અરબી સમુદ્ર) કિનારે આવેલું સોમનાથ એ જગપ્રસિધ્ધ યાત્રાધામ છે અને હિન્દુઓનું ખાસ મહત્વનું યાત્રાધામ ગણાય છે. એવું માનવામાં આવે છે કે સોમનાથના લિંગની ઉત્પત્તિ થઇ છે. પૌરાણિક કથા મુજબ સોમ-ચંદ્રએ રાજા દક્ષ પ્રજાપતિની ૨૭ કન્યાઓ સાથે વિવાહ કરેલા, આ ૨૭ કન્યાઓમાં ચંદ્ર રોહિણીને વિશેષ માન-પાન આપતો હતો. તેથી અન્ય ૨૬ કન્યાઓ દુ:ખી હતી. તેમણે દક્ષને પોતાના પિતાને આ વિશે ફરિયાદ કરી તેથી દક્ષ રાજાએ પોતાની કન્યાઓને ચંદ્ર અન્યાય કરતો હોવાથી શ્રાપ આપ્યો અને ચંદ્ર ક્ષીણ થવા લાગ્યો અને તેથી વિધાતક અસર પૃથ્વી ઉપર પડવા લાગી, જેથી ચંદ્રએ પોતાની તેજ શક્તિ પાછી મેળવવા શિવજીની ઘોર તપશ્ચર્યા કરી. અંતે શિવજી આ સ્થળે પ્રગટ થયા અને ચંદ્રના શ્રાપનું નિવારણ કર્યું. આજે સોમનાથમાં ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા શિવજીના લિંગના દર્શન થાય છે. અહીં આવેલું સોમનાથ મંદિર ઇંદોરના મહારાણી અહલ્યાબાઇ હોલકરે જીર્ણોધ્ધાર કરી બંધાવડાવ્યું હતું. દસમી સદીમાં આ મંદીરની ભવ્ય જાહોજહાલી હતી. આ મંદિરમાં સોનાનો ઘંટ, છત, ઘુમ્મટ, દિવાલો તેમજ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા હતા. મહંમદ ગઝનીએ મંદિરનું આ સોનું લુંટવા માટે સોમનાથ ઉપર અનેક વખત ચઢાઇ કરી હતી અને સોનું લુંટી ગયો હતો, તેવી આ મંદિરની જાહોજલાલી હતી. આજે સોમનાથમાં પ્રાચીન મંદિર પાસે નવું સોમનાથનું મંદિર બાંધવામાં આવેલું છે. જે ભારતના લોહપુરુષ સરદાર પટેલની પ્રતિજ્ઞાની ફળશ્રુતિ છે.
સોમનાથ જવા માટે રોડ માર્ગ:
ગાંધીનગર - ૪૩૪ કિ.મી.
રાજકોટ - ૧૮૧ કિ.મી.
અમદાવાદ - ૪૦૯ કિ.મી.
જુનાગઢ - ૭૯ કિ.મી.
કેશોદ - ૪૧ કિ.મી.
વેરાવળ - ૦૮ કિ.મી.
સોમનાથ જવાનું નજીકનું રેલ્વે સ્ટેશન :
વેરાવળ
નજીકનું હવાઇ મથક :
દીવ તથા કેશોદ
સંપર્ક માહિતી
અધ્યક્ષશ્રી, શ્રી સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ.
સેકટર નં. ૧૯ ક-૧૨, (ઓ.) ૨૩૨૫૪૮૯૪
સભ્યસચિવશ્રી,
શ્રી સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ,
શ્રી સોમનાથ નિવાસ, સી-૧૨-એ,
શ્રી ઓમવીલા, સરકારી ગોડાઉન પાસે.
ઘોડા કેમ્પસ રોડ,
શાહીબાગ, અમદાવાદ.
ફોન નં. : (ઓ) +૯૧ ૭૯ ૨૨૬૮૬૩૩૫, ૨૨૬૮૬૪૪૨
Phone No.: (નિ) +૯૧ ૭૯ ૩૨૪૭૦૪૩
Phone No.: (મો) +૯૧ ૯૮૨૫૦૩૬૧૦૧
જન. મેનેજરશ્રી,
શ્રી સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ,
સોમનાથ. ફોન નં. : (ઓ) +૯૧ ૨૮૭૬ ૨૩૧૨૦૦, ૨૩૧૨૧૨
Phone No.: (ફેક્સ) +૯૧ ૨૮૭૬ ૨૩૨૬૯૪
Phone No.: (નિ) +૯૧ ૨૮૭૬ ૨૩૩૧૩૦
Phone No.: (મો) +૯૧ ૯૮૨૪૨૮૫૬૬૭