Sunday
સમાચાર - ૩૧.૧ર.ર૦૦૭
31st નાઈટ ફિવર
વર્ષ ૨૦૦૭ના અંતિમ દિનને યાદગાર બનાવવા અને ૨૦૦૮ ને વધાવવા મોડી રાત સુધી જશ્ન મનાવવાનો માહોલ આજે પરાકાષ્ઠાએ પહોંચશે. બાળકો સાન્તાક્લોઝ સાથે કંપની કરવા ઉત્સુક હશે જ્યારે યુવાઓ ડાન્સપાર્ટીમાં કંપની શોધશે. દારૂ પીવાના શોખીનો પણ ફેવરીટ બ્રાન્ડ સાથે નવું વર્ષ મનાવશે.
ભાજપે વિચાર બદલ્યો, હવે ત્રીજીએ પ્રધાનો શપથ લેશે
ભાજપ સરકારના નવા મંત્રીમંડળની રચના ૩જી જાન્યુઆરીના રોજ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. રાજ્યપાલ નવલકિશોર શર્મા આવતીકાલે ૩૧મી ડિસેમ્બરના રોજ બહારગામથી ગાંધીનગર પરત આવ્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમને નવા મંત્રી મંડળની રચના માટે અનુકૂળ હોય તો ૩જી જાન્યુઆરીનો દિવસ ફાળવવા વિધિવત વિનંતી કરાશે.
કેશુભાઈ-કાશીરામ અંગે અનિર્ણાયક પરિસ્થિતિ
ગુજરાત ભાજપમાં મોદીવિરોધી બે વરિષ્ઠ નેતાઓ કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાને અપાયેલી પક્ષવિરોધી પ્રવૃત્તિઓના આરોપસરની શો-કોઝ નોટિસો અને તેના જવાબો મળ્યા બાદ તેમનો ખુલાસો યોગ્ય રખાયો છે કે આ બે નેતાઓએ ખુલાસામાં દિલગીરી વ્યક્ત કરી છે તે મામલે ભાજપમાં અનિર્ણાયક પરિસ્થિતિ સર્જાઈ છે.
મોદી મંત્રીમંડળની શપથવિધિ બીજીએ યોજાવાની શક્યતા
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે પૂર્વ વડા પ્રધાન વાજપેયીની શુભેચ્છા મુલાકાત લઈ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ઉપરાંત પૂર્વ નાયબ વડા પ્રધાન અડવાણીના નિવાસસ્થાને રાજ્ય મંત્રીમંડળની રચના અંગે પણ તેમણે વિચાર-વિમર્શ કર્યો હતો.
Baroda News
ઈસુના ૨૦૦૭ને ગુડબાય : ૨૦૦૮ને વેલકમ કરવા યૌવન સજ્જ
શહેરમાં આવતીકાલે ઠેરઠેર યોજાનારી ડાન્સ અને ડિનર પાર્ટીઓની વચ્ચે મધરાતે ૧૨ વાગ્યાના ટકોરે ૨૦૦૭ના વર્ષને વિદાય આપીને ૨૦૦૮ના વર્ષને આવકારવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના ફાર્મહાઉસો, પાર્ટીપ્લોટ અને હોટલો-રેસ્ટોરન્ટોમાં યોજાનારી ડાન્સપાર્ટીઓ સિવાય શહેરના રસ્તાઓ પર પણ હજારો .........
તાપમાનનો પારો ૧૦.૪ સે. સુધી ગગડયો : મોસમનો કોલ્ડેસ્ટ ડે
શિયાળાની પ્રવર્તમાન મોસમમાં આજે સૌપ્રથમવાર લઘુત્તમ તાપમાનનો પારો ૧૦.૪ ડિગ્રી સેન્ટગ્રેડ સુધી ગગડી જતાં આજનો દિવસ શહેરમાં #039;#039; કોલ્ડેસ્ટ ડે #039;#039; બન્યો હતો.કાતિલ ઠંડીની સાથોસાથ ઉત્તર તરફથી ફૂંકાયેલા ઠંડા પવનો વચ્ચે લોકોએ પ્રવર્તમાન મોસમમાં હાજા ગગડી જાય તેવી ઠંડીનો અનુભવ કર્યાે હતો.
શહેર નજીકના જળાશયોમાં પાણીનો સ્ત્રોત વધતાં વિદેશી પક્ષીના આવાગમનમાં ઘટાડો
શિયાળાનો પ્રારંભ થતાં શહેરના વિવિધ પ્રદેશોમાં ઉતરી આવતાં વિદેશી પક્ષીઓમાંની કેટલીક જાતના પક્ષીઓના ઝૂંડમાં ચિંતાજનક ઘટાડો થઇ રહ્યો છે. શહેરની આસપાસના જળાશયોના પાણીના સ્ત્રોત વધારે હોવાથી યુરોપથી આવતા બાર હેડેડ ગુઝ તેમજ નિલ શિર જેવી જાતિના પક્ષીઓ નહિં દેખાતા પક્ષી પ્રેમીઓમાં નિરાશા વ્યાપી રહી છે.
શાકભાજીના ઉત્પાદનમાં હાઇબ્રીડના ઉપયોગથી આરોગ્ય સામે ખતરો
શિયાળાની સિઝનમાં લીલાછમ શાકભાજી અને ફળોની ભરપૂર આવક થાય છે. દરમિયાન તેના વપરાશમાં પણ સવિશેષ વધારો જોવા મળે છે. આથી શાકભાજી ઉત્પાદકો તેમજ ફળોના વેપારીઓ દ્વારા માંગને પહોંચીવળવા માટે હાઇબ્રીડ પધ્ધતિનો ઉપયોગ વધારવામાં આવ્યો છે.
Surat News
થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા રક્તદાન કેમ્પ યોજાયો ઃ ૩૧ બોટલ રકતદાન
સામાન્ય રીતે કલબ કે બારમાં જઈને લોકો ડાન્સ, સંગીત, બીયર સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતાં હોય છે પરંતુ રાંદેર રોડ શ્રી મેરુલક્ષ્મી માતાજીના મંદિર, શ્રી શીઓમનગર સ્થિત શ્રી ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થાના ૩૧ સભ્યોએ પ્રથમ વખત રકતદાન કરી ૩૧ બાટલ રક્ત ...
સુરતના પતંગ બજારમાં બ્રાન્ડેડ દોરાની બોલબાલા
સુરત શહેરમાં ઉત્તરાયણનો ફીવર અત્યારે પરાકાષ્ઠા તરફ પહોંચી રહ્યો છે. હોલસેલર્સ માટે તો હવે દોરાની સિઝન લગભગ પૂરી થવા આવી છે, પરંતુ હવે રીટેઇલર્સની સિઝન શરૂ થઇ છે તેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે બજારમાં દોરાની વધુ સારી બ્રાંડ્સ આવી હોવાની વિગતો કેટલાક હોલસેલર્સ દ્વારા જાણવા મળી છે.
શહેરમાં ઠંડીનો ચમકારો : લઘુત્તમ તાપમાનનો પારો ૧૨.૭ ડિગ્રી
વિતેલા બે ત્રણ દિવસથી શહેરમાં પવનની દિશા બદલાવા સાથે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે વહેલી સવારથી સુસવાટા મારતા પવન સાથે લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે ઉતરતા શહેરીજનો ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવી રહ્યા છે.
આઠ સંતાનોના પિતા દ્વારા હવસનો શિકાર બનેલી કપરાડાની ૧૪ વર્ષની કિશોરી
આઠ સંતાનોના પિતાની હવસનો શિકાર બનેલી કપરાડાની ૧૪ વર્ષિય કિશોરીને પ્રસૂતિની પીડા ઉપડતા સારવારાર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલાં કિશોરીના પિતાએ બળાત્કારી આધેડ સામે પોલીસે કોઇ પગલાં નહીં ભરતા ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતોે. આ બનાવે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચાવી દીધી હતી.
Rajkot News
સમગ્ર સૌરાષ્ટ્રમાં હાડ ધ્રુજાવતી ઠંડીનું ફરી વળેલું મોજુ : જનજીવન અસ્ત-વ્યસ્ત
વર્ષ ૨૦૦૭ના અંતિમ દિવસો લોકોએ અતિશય ઠંડી સાથે વિતાવવા પડે તેવી ભારે ઠંડી બે દિવસથી પડી રહી છે. રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૮ ડિગ્રીએ પહોંચી ગયો છે તેની સાથે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને લોકોને ધ્રુજાવી દીધા છે. ૩.૫ ડિગ્રી ઠંડી સાથે નલિયા સમગ્ર સૌરાષ્ટ્રનું ઠંડુ શહેર બની ગયું હતું. જૂનાગઢમાં પણ ૭.૬ ડિગ્રી ઠંડીએ લોકોના હાજા ગગડાવી દીધા છે.
જીન્સ કલ્ચર આજે ૨૦૦૭ને બાય-બાય અને ૨૦૦૮ને વેલકમ કરશે
‘કયાંક પ્રેમ વળગે છે, કયાંક વહેમ વળગે છે, કયાંક હૃદયમાંથી દાહ સળગે છે, કયાંક મસ્તીના જામ છલકે છે, હવે બસ કર દોસ્ત, નશો આઠો જામ મલકે છે’ ૩૧મી ડિસેમ્બરની રાતે શહેરમાં આવા શેર-શાયરાના અંદાજમાં યુવકો લલકારતા સાંભળવા મળે તો નવાઈ ન પામતા. જીન્સ અને મીની સ્કર્ટની પેઢી આગવા અંદાજથી એટલે કે જરા નાચીને, જરા ગાઈને, જરા ઝુમીને ૨૦૦૮ના ન્યુ યરને વેલકમ કરશે.
માત્ર બે ઈંચનું સોનાનું ચેસબોર્ડ નિહાળી મુખ્યમંત્રી પ્રભાવિત
ચેસ આમ તો મગજમારીની રમત છે. પરંતુ તેમાં પણ વેરાઈટી લઈ આવવા આ દુનિયામાં પડયા છે. રાજકોટના સોની યુવકે સવાસો ગ્રામ વજનનું સોનાનું ચેસ બોર્ડ બનાવ્યું છે અને ચાંદીનું સાડાત્રણ કિલોનું ચેસબોર્ડ બનાવ્યું છે. આ બન્ને ચેસબોર્ડ નિહાળીને મુખ્યમંત્રી મોદી પ્રભાવિત થયા હતા અને આ યુવકને બિરદાવ્યો હતો. ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં આ ચેસબોર્ડની નોંધણી કરાવવામાં આવી છે.
ન્યુ રાજકોટ શહેરના લાખો લોકો માટે એસ.ટી.ના મીની બસ સ્ટેન્ડ આપવા જોઈએ
રાજકોટનો વિકાસ અને વસતિ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. શહેરનો ચારે દિશામાં વિકાસ થઈ રહ્યો છે. લોકો નવા-નવા વિસ્તારોમાં વસવાટ કર્યે જાય છે. પરંતુ એસ.ટી.ની સેવા માત્ર શહેરની મધ્યમાં જ મળી શકે છે. નવા રાજકોટના વિસ્તારમાં લાખો લોકો વસવાટ કરે છે તેમને શહેરનો ભારે ટ્રાફિક....
Bhavnagar News
સાથ હૈ ઔર સાથ રહેગા હંમેશા...૨૦૦૭
ભાવનગર જિલ્લા માટે સૌથી શર્મનાક ઘટના ગઢડા દીવાલ પ્રકરણથી બીજી કોઇ ન હોઇ શકે, સુંદરાવાસ જમીન પ્રકરણ વર્ષની વિવાદાસ્પદ ઘટના તરીકે ઇતિહાસમાં દર્જ થઇ ચુકી છે, ઓઝાનો બળવો પણ ૨૦૦૭ની યાદગાર ઘટના જ ગણવી રહી, સમગ્ર વર્ષ દરમિયાન શક્તિસિંહ ગોહિલ સતત લાઇમ લાઇટમાં રહેવામાં સફળ ‘બાય...બાય...બાય..બાય...મેં તુજે છોડ કે કહાં જાઉંગા...’ ફિલ્મ ...
ગારીયાધારમાં એસ.ટી.ના નવા રૂટો શરૂ કરવા માંગ
ગારીયાધાર તાલુકામાં એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ નવા રૂટો શરૂ કરવામાં આવે તો પૂરતુ ટ્રાફીક મળી રહે તેમ હોય નવા રૂટો શરૂ કરવા માંગ કરાઇ છે.ગારીયાધાર વિકાસશીલ તાલુકો હોઇ ગારીયાધારથી અંબાજી ભૂજ, સોમનાથ વાયા સતાધાર, સાસણ, દાહોદ, અમદાવાદ જેવા નવા રૂટો શરૂ કરવાની તાતી જરૂર છે.
શિયાળાનો સૌથી ઠંડો દિવસ : ૧૨.૩ ડિગ્રી
બહુધા ગોહિલવાડમાં શનિવારની રાત્રિના ઠંડીનું કાતિલ મોજૂ ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુ હતું,શનિવારની રાત્રિના હાજા ગગડાવી નાખે તેવી કાતિલ ઠંડીની અસર આજે રવિવારના પણ લોકોને અહેસાસ થયો હતો.ઠંડીના સપાટાનાં લીધે શહરના માર્ગો સુમસામ બની ગયા હતા,ભાવનગરમાં રવિવાર હોવા છતા વિવિધ ફૂડ પોઈન્ટ અને પીકનીક પ્લેસ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.
માગશર માસના વિરામ પછી ૧પ જાન્યુ.થી લગ્નસરાની ધૂમ
સામાજીક વ્યવહારોમાં થતા શુભ પ્રસંગો જેવા કે લગ્નો, વેવિશાળ, વાસ્તુ, નવા મકાનમાં ગૃહ પ્રવેશ કે શુભકાર્યનો પ્રારંભ આપણે સારા ચોઘડીયે કે શુભ મુહૂર્તમાં કરતા હોઈએ છીએ. એમાં પણ સાંસારીક કાર્યોમાં આપણે જેને અગત્યનું ગણીએ છીએ તેવા લગ્ન કાર્ય આપણે ચોખ્ખા ચણાક મુહુર્તમાં જ કરીએ છીએ જેમાં ગુરૂનો અસ્ત હોય, ધનારખ (કમુરતા) કળકળતો ખીચડો ....
Friday
વિશેસ ગુજરાત
- વિશેસ ગુજરાત
- સૌથી મોટો જિલ્લો (વિસ્તાર): કચ્છ, એરિયા: ૪૫,૬૫૨ ચો .કિમિ
- સૌથી મોટો જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮
- સૌથી મોટો પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરુચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
- સૌથી મોટો મહેલઃ લક્ષ્મિનિવાસ પેલેસ, વડોદરા
- સૌથી મોટી ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ, નિરમા
- સૌથી મોટી ડેરી: અમુલ, આણંદ
- સૌથી મોટી નદી: નર્મદા
- સૌથી મોટી યુનિવર્સીટી: ગુજરાત યુ.
- સૌથી મોટી સિંચાઇ યૉજના: સરદાર સરૉવર બંદર: કંડલા
- સૌથી મોટી હૉસ્પિટલઃ સિવિલ
- સૌથી મોટુ શહેરઃ અમદાવાદ
- સૌથી મોટુ રેલવે સ્ટેશન: અમદાવાદ
- સૌથી મોટુ સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)
- સૌથી મોટુ સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુસિયમ એન્ડ પિકચર ગેલેરી
- સૌથી મોટુ પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
- સૌથી મોટો દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
- સૌથી લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિમિ
- સૌથી ઊંચુ પર્વતશિખરઃ ગોરખ્નાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર
- સૌથી વધુ મંદિરો વાળુ શહેરઃ પાલિતાણા, ૮૬૩ જૈન દેરાસરો
- સૌથી મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પબ્લિકેશન્સ
- સૌથી મોટુ ખાતર કારખાનુ: ગુજરાત વેલી ફર્ટિલાઇઝર , ચાવજ, ભરુચ જિ.
- સૌથી મોટુ ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મેહસાણા જિલ્લો
More Information : http://wahgujaarat.com/
sanjaygondaliya (bapu), tower road, amreli 365601,
cell : +919825088887, email: wahgujarat@gmail.com
visit Other website :
http://www.gopinathji.com http://nokianpd.com
http://avadhtimes.net http://narendramodi.tv
જીલ્લાઓ
- અમદાવાદ
- અમરેલી
- આણંદ
- કચ્છ
- ખેડા
- ગાંધીનગર
- જામનગર
- જૂનાગઢ
- ડાંગ
- દાહોદ
- નર્મદા
- નવસારી
- પાટણ
- પોરબંદર
- પંચમહાલ
- બનાસકાંઠા
- ભરૂચ
- ભાવનગર
- મહેસાણા
- રાજકોટ
- વડોદરા
- વલસાડ
- સાબરકાંઠા
- સુરત
- સુરેન્દ્રનગર
More Information :
http://wahgujaarat.com/
sanjay gondaliya (bapu), tower road, amreli 365601,
cell : +919825088887, email: wahgujarat@gmail.com
visit Other website
http://www.gopinathji.com/ http://nokianpd.com/
http://avadhtimes.net/ http://narendramodi.tv/
http://dilipsanghani.com/ http://fmcginfo.com/
http://astroprayer.com/ http://thebapu.com/
નરેન્દ્ર મોદી
સપ્રેમ વંદન
સને ૧૯૬૦માં ગુજરાતે અલગ રાજ્ય તરીકે તેની વિકાસયાત્રાનો આરંભ કર્યો. વિવિધ સરકારો, વિધવિધ મુખ્યમંત્રીઓ,ઘણી બધી વિકાસ યોજનાઓ, આયોજનો થતા રહ્યા.
આપના આશીર્વાદથી મને પણ ગુજરાતની સેવા કરવાનો અવસર મળ્યો અને આપની કૃપા શક્તિથી જ સૌથી લાંબા, સ્થિર શાસનનો યુગ શરૂ થયો છે.
લોકતંત્રમાં સ્થિર અને સ્થાયી શાસન, વિકાસના સાતત્યને જાળવે છે અને એનું શ્રેય આપ સૌને ફાળે જાય છે. ગુજરાતના વિકાસ અને હિત માટે કાર્ય કરનારા તત્કાલિન બધાજ મુખ્યમંત્રી અને સરકારો પ્રત્યે પણ અંત:કરણપૂર્વક મારો આદર વ્યક્ત કરું છું.
સમૃદ્ધ ગુજરાતનું આપણાં સૌનું સપનું સહિયારું છે. એને ઝડપથી સાકાર કરવા માટે સ્થિર અને સંકલ્પબદ્ધ શાસનનો આ નવો અધ્યાય શરૂ થયો છે. અદના સેવક તરીકે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેનો મારો વિશ્વાસ અનેક ગણો વધ્યો છે.
અંગત રીતે આજનો અવસર મારા માટે સંતોષનો તો છે જ પણ લોકસેવા માટેની સંકલ્પની આ ઘડી છે. ગુજરાતના હિતો માટે હજુ વધુ પુરૂષાર્થ કરવાની પ્રેરણાની આ પળ છે.
મુખ્યમંત્રી તરીકે આપ સહુએ મારા ઉપર અપાર વિશ્વાસ મૂકીને મને જવાબદારી સોંપી ત્યારે, હું તો વહીવટ અને રાજ્યશાસનની બાબતોમાં તદ્દન નવો નિશાળીયો જ હતો. પરંતુ જનસેવાના કાર્ય કરતાં કરતાં, વિદ્યાર્થીની જેમ, શીખવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતો રહ્યો છું. તેમ છતાંય ક્યાંક ભૂલો થઈ હશે, નાની-મોટી ઉણપો પણ રહી હોય્, ક્યાંક વ્યવયાર-દોષ પણ રહી ગયો હોય;આવી કોઈ ક્ષતિ-ચૂક માટે આજની વેળાએ, જનતા જનર્દનની હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થુછું.
મક્કમ મનોબળ અને અડગ નિર્ધાર માટે લોકશાસનની આ સ્થિરતાનો નવો યુગ, સ્વર્ણીમ ગુજરાતના આપણા સપનાં પરિપૂર્ણ કરશે જ એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે.
આપના આશીર્વાદ, આપની હૂંફ, આપનું પીઠબળ મારી ઉર્જા છે, ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા, આપ સૌ પ્રત્યેની ભક્તિ, જવાબદારી નિભાવવા માટેનું મોટું બળ છે.
સૌથી લાંબા સમયથી સેવારત સરકાર વતી, જનતા જનાર્દનના ચરણોમાં હું વિનમ્ર વંદન કરું છું.
સહુનો સાથી
નરેન્દ્ર મોદી
----------------------------------------------------------------------------------
વધુ માહિતી માટે : http://www.narendramodi.tv
જોવાલાયક સ્થળો
ધાર્મિક સ્થળો / યાત્રાધામો
- સોમનાથ
- કનકાઈ-ગીર
- પાલીતાણા
- પ્રભાસ-પાટણ
- પાટણ
- ડાકોર
- પાવાગઢ
- દ્વારકા
- અંબાજી
- બહુચરાજી
- જુનાગઢ
- સારંગપુર
- વડતાલ
- નારેશ્વર
- કબીર વડ
- ખેડબ્રહ્મા
- ઊત્કંઠેશ્વર
- સતાધાર
- વીરપુર
- તુલસીશ્યામ
- સપ્તેસ્વર
- અક્ષર ધામ
- દૂધરેજ
- લોયાધામ
- વડનગર
પર્યટન સ્થળો
- દીવ
- તુલસીશ્યામ
- જુનાગઢ
- પાલીતાણા
- પાવાગઢ
- બાલાસિનૉર
- મહેસાણા
વન્ય-જીવન માંટેના આરક્ષીત સ્થળો
- સાસણ-ગીર
- ડાંગ
- વેળાવદર
- નળ સરોવર
ઔધ્યોગીક કેન્દ્રો
- અમદાવાદ
- સુરત
- રાજકોટ
- વડોદરા
- જામનગર
- હજીરા
- અલંગ
- ગાંધીનગર
પુરાતત્વીક સ્થળો
- લોથલ
- હાથબ
- ચલાલા
- જસદણ
- ગૉંડલ
- બાલાગામ-ઘેડ-(પઢીયાર)
More Information :
http://wahgujaarat.com/ sanjay gondaliya (bapu),
tower road, amreli 365601, cell : +919825088887,
email: wahgujarat@gmail.comvisit Other website
http://www.gopinathji.com/ http://nokianpd.com/
http://avadhtimes.net/ http://narendramodi.tv/
ગુજરાત
ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસીત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે. ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧,૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ.
પૌરાણિક ગુજરાત વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રીકૃષ્ણે ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.
ઐતિહાસિક ગુજરાત લોથલ તથા ધોળાવિરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપાર ના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રીલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.
પશ્ચિમી શાસન યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટન એ સુરતમાં એક ફૅક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮ માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. પણ મોટાભાગના ગુજરાતનું અનેક નાના નાના રજવાડાઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મરાઠા ગાયકવાડ નો આ રજવાડાંઓમાં સમાવેશ થાય છે. આ રજવાડાંઓ જનતા પર રાજ કરતા પણ અંગ્રેજી હકુમત માનતા.
ભારતની આઝાદી પછીનું ગુજરાત ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું હતું. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગર પર રાજધાની ખસેડવામાં આવી હતી. ઇ.સ. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ માં ગુજરાતનાં ગોધરાનાં રેલ્વે સ્ટેશનથી ત્રણ કિલોમીટર દૂર હિન્દુ રામ ભક્તો પર થયેલા હુમલાઓનાં કારણે કોમી તોફનો થયાં.
ભૂગોળ ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે. ગુજરાત નુ વાતાવરણ મૉટે ભાગે શુષ્ક ,અને ઇશાન દીશા માં રણ જેવું છે.ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. નો દરિયા કિનારો છે, જે ભારત ના બધા રાજ્યો માં પહેલા નંબર નૉ લાંબો દરિયા કિનારો છે. આ દરીયાકીનારો કચ્છના અખાત અને ખંભાતના અખાતથી બનેલો છે.
શહેરો ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ(કર્ણાવતી), ગાંધીનગર, અમરેલી,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ અને મહેસાણા નો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે.
કુદરતી વિસ્તારો ગુજરાતમાં ઘણાં અભયારણ્યો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનું ગીર અભયારણ્ય, ભાવનગર જીલ્લા નું વેળાવદર અભયારણ્ય, વલસાડ જીલ્લા નું વાંસદા અભયારણ્ય , અને કચ્છના અખાત સ્થીત જામનગર જીલ્લાનું સાગર અભયારણ્ય આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બારડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહેલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો. એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જીલ્લાનાં સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.
More Information : http://wahgujaarat.com/
sanjay gondaliya (bapu), tower road, amreli 365601,
cell : +919825088887, email: wahgujarat@gmail.com